Pages

પોલીયો ના દર્દી માટે ની યોજના

પોલીયો ના દર્દી માટે ની શાસ્ત્રક્રીયા અને તે પછી ની યોજ્ના   
polio માટે છબી પરિણામn

                   ગરીબ પોલીયોગ્રસ્‍ત બાળકોને પોલીયોના મફત ઓપરેશન અને ત્‍યારબાnદની સારવાર મળી રહે તેમજ સમાજમાં આ પ્રમાણેની વિકલાંગતા અટકાવવા અંગેના કાર્યક્રમો કરવા સારુ પોલીયોના દર્દીઓ માટે શસ્‍ત્રક્રિયા દરમ્‍યાનના અને શસ્‍ત્રક્રિયા પછીના કાર્યક્રમની યોજના અમલમાં મુકેલ છે.જે સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ પાસે હોસ્‍પિટલ અને સર્જનોની સેવા ઉપલબ્‍ધ હોય તેવી સંસ્‍થા મારફત આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવે છે.
                      આ યોજનાનો લાભ ગરીબ પોલીયોગ્રસ્‍ત લાભાર્થીને મફત ઓપરેશન અને ત્‍યારબાદની સારવાર મળી રહે તેનો મુખ્‍ય હેતુ છે. આ યોજનાના લાભાર્થી કે મા-બાપ વાલીની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ. એક લાભાર્થી દીઠ ઓપરેશન તથા દવા ખર્ચ મળી રૂ.ર૦૦૦/- તથા કેલીપર્સના રુ.૧પ૦૦/- મળી કુલ રૂ. ૩૫૦૦/- ની મર્યાદામાં ખર્ચ કરવાનો હોય છે.

No comments:

Post a Comment