Pages

મંદબુધ્‍ધિના વાલી મંડળ માટે ધિરાણ

માનસિક મંદતા ધરાવતી વ્યક્તિઓના વાલી મંડળો માટે રુ.૫.૦૦ લાખ સુધીની  લોન યોજના
  • માનસિક મંદતા ધરાવતી વ્‍યકિતઓના લાભ માટે આવક રળવાની પ્રવૃતિઓ શરુ કરવાના હેતુંથી તેમનાં વાલી મંડળોને, નાણાં સહાય પુરી પાડવામાં આવે છે. આવક ઉભી કરવાની પ્રવૃતિઓ એવા પ્રકારની હોવી જરુરી છે કે જેમાં માનસિક મંદતાવાળી વ્‍યકિતઓને સીધે સીધી સામેલ કરાય અને જે આમદની પેદા થાય તે તેઓની વચ્‍ચે વહેંચી આપવામાં આવે. 
  • આ યોજના અંતર્ગત રજુ કરવાની અરજી, વાલીમંડળોએ રાષ્‍ટ્રીય વિકલાંગ વિકાસ અને નાણાં નિગમ, ફરીદાબાદને સીધે સીધી મોકલવાની રહેશે. 
  • વાલી મંડળો ૩ વર્ષથી નોંધાયેલા હોવા જોઇએ.
  • ઓછામાં ઓછા ૫ વાલી મંડળનું જૂથ હોવું જોઇએ. 
  • ડીફોલ્‍ટર ન હોવા જોઇએ.
  • વ્‍યાજનો દર રુ. ૫૦,૦૦૦/- થી ઓછા માટે  ૫% વાર્ષિક વ્‍યાજનો દર.
  • રુ. પ૦,૦૦૦/- થી પ.૦૦ લાખ સુધી ૬% વાર્ષિક વ્‍યાજનો દર. 
  • ત્રિમાસિક ૪૦ સરખા હપ્‍તામાં વસુલાત.   

No comments:

Post a Comment