Pages

સંત સુરદાસ યોજ્ના


ઈન્દિરા ગાંઘી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ(IGNDPS) અને સંત સુરદાસ યોજના (તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના)
(તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યકિતને આર્થિક સહાય આપવા માટેની યોજના) તા.૨૨-૧૧-૨૦૦૦
(અ) લાભ કોને મળવા પાત્ર થાય છે
  • અરજદારની ઉંમર ૬૪ વર્ષ કરતાં ઓછી વયજુથની હોવી જોઈએ.
  • ૮૦ ટકા કરતાં કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્યકિતને .
  • લાભાર્થીના કુટુબની આવક ગ્રામ્ય વિસ્તાર માટે બી.પી.એલ. યાદીમાં ૧૬ સુધીનો સ્કોર તથા શહેરી વિસ્તાર માટે શહેરી વિકાસ ની ગાઈડલાઈન મુજબ લાભાર્થી ગુણાંક ધરાવતા બી.પી.એલ. લાભાર્થી.
  • ૨૧ વર્ષથી વધુ વયનો લાભાર્થીને પુત્ર ન હોય.
  • ૧૦ વર્ષથી ગુજરાત રાજયમાં કાયમી વસવાટ ધરાવતા હોય.
  • રાજય સરકારશ્રી તરફથી આપવામાં આવતું વિકલાંગ ઓળખપત્ર ધરાવતા હોવા જોઈએ.
લાભ શું મળે ?
  • ૧૭ વર્ષથી નીચેના વિકલાંગ અરજદાર વ્યકિતને માસિક રૂ.૨૦૦/-.
  • ૧૮ થી ૬૪ વર્ષની વય જુથના વિકલાંગ અરજદાર વ્યકિતને માસિક રૂપિયા ૪૦૦/-.
  • અરજદારને ધેર બેઠા મનીઓર્ડરથી અથવા પોસ્ટ ઓફીસ કે બેંક ખાતામાં સહાય જમા કરવામાં આવે છે.
(ક) અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી
  • અરજીપત્રક સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએથી વિનામૂલ્યે મળે છે.
  • અરજીપત્રક સાથે સિવિલ સર્જનશ્રીનું વિકલાંગતા અંગેનું  પ્રમાણપત્ર દર્શાવતો દાખલો.
  • સમાજસુરક્ષા અધિકારીશ્રી તરફથી આપવામાં આવેલ વિકલાંગ ઓળખકાર્ડ, બી.પી.એલ. નં.વાળો સ્કોર દર્શાવતો દાખલો - સક્ષમ અધિકારીશ્રીનો
  • ઉંમરનો દાખલો.
  • ૧૦ વર્ષથી ગુજરાત રાજયમાં કાયમી વસવાટ કરતા હોવા અંગેનું પ્રમાણપત્ર.
  • વિકલાંગ અરજદારને ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોવા બાબતનો દાખલો.
  • અરજીપત્રક ભરી જિલ્લા સમાજસુરક્ષા અધિકારીશ્રીની કચેરીને રજુ કરવાનું રહેશે. જે પુરાવા ચકાસી યોગ્ય જણાયે સહાય મંજુરીનો આદેશ કરવામાં આવશે.
(ડ) સહાય કયારે બંધ થાય
  • અરજદારની ઉંમર ૬૪ વર્ષની પુરી થતાં.
  • અરજદારના પુત્રની ઉંમર ૨૧ વર્ષની થતાં.
  • અરજદારની તેમજ કુટુંબની આર્થિક આવક નિયત આવક કરતાં વધુ થતાં.
અરજદારની અરજી  જે તે માસમાં મંજુર થતા તે માસથી જ આર્થિક સહાય મળવાપાત્ર થાય છે.


અરજીપત્રક  માટે
CLICK HERE

2 comments: