Pages

વિકલાંગ ઓળખકાર્ડ મેળવવાની પાત્રતા

વિકલાંગ (દ્રષ્ટિહીન, અલ્પદ્રષ્ટી, શ્રવણમંદ, અસ્થિ વિષયક ખામી, માનસિક ક્ષતિ, માનસિક માદંગી)  વ્યકિત માટે વિકલાંગ ઓળખકાર્ડ આપવાની યોજના
(૧) વિકલાંગ ઓળખકાર્ડ મેળવવાની પાત્રતા
  • વિકલાંગ વ્યકિત ૪૦  % થી વધુ વિકલાંગતા ધરાવતા હોવા જોઈએ.
  • શ્રવણમંદ વ્યકિત.
  • દ્રષ્ટિહીન વ્યકિત.
  • ૭૦ કે તેથી ઓછી બુધ્ધિઆંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યકિત.
  • ગુજરાત રાજયમાં કાયમી વસવાટ.
  • આ યોજનાનો લાભ વિકલાંગ વ્યક્તિઓ ને ઓળખકાર્ડ આપવાનો છે.
(૨) વિકલાંગ ઓળખકાર્ડ ઉપરથી મળવા પાત્ર લાભો
  • સરકારની યોજનાઓમાં લાભ મેળવવા.

(૩) વિકલાંગ ઓળખકાર્ડ મેળવવા અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા
  • જે તે વિભાગના નિષ્ણાંતને તબીબનું ટકાવારી દર્શાવાતું પ્રમાણપત્ર.
  • અરજીપત્રક સાથે તાજા પડાવેલ સ્ટેમ્પ સાઈઝના ર (બે) ફોટા.
  • રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ.
  • ગુજરાત રાજયના કાયમી વસવાટના પુરાવા.
  • બ્લડગ્રુપ નો દાખલો
  • અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષાની કચેરીએથી વિના મૂલ્યે મળી શકશે.
        અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે. જે કચેરી યોગ્ય પુરાવા ચકાસી ઓળખકાર્ડ આપવાની કાર્યવાહી કરશે.

2 comments: